12 August 2016
ભાજપના પ્રમુખશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની વરણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે થતાં SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પ.પૂ.બાપજીની પ્રેરણા તથા પ.પૂ.સ્વામીશ્રીની અનુજ્ઞાથી આશીર્વાદ તથા સત્કારવા સંસ્થાવતી પૂ.સંતો તા.૧૨/૦૮/૨૦૧૬ ના રોજ સવારે ૧૧ થી ૧૨ સચિવાલય ખાતે પધાર્યા હતાં
માનનીય મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને પૂ.સંતોએ પ્રથમ ગુરુવર્ય પ.પૂ.બાપજી તથા પ.પૂ.સ્વામીશ્રીનો આશીર્વાદરૂપ પત્ર આપી એમનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ પૂ.સંતોએ પુષ્પહાર ગુચ્છ તથા પ્રસાદી આપી તેઓશ્રીને ભગવાન સ્વામિનારાયણના કૃપાશિષ પાઠવ્યા હતાં. પછી પૂ.સંતોએ તેમને પ્રસાદીભૂત સાલ ઓઢાડી તેઓશ્રીનો સત્કાર-બહુમાન કર્યું હતું.
આ પ્રસંગે માનનીય મુખ્યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પ.પૂ.બાપજી તથા ઘડવૈયા એવા પ.પૂ.સ્વામીશ્રીનું ભાવપૂર્ણ, આશીર્વાદ-અભિવાદન સ્વીકારી, આભાર વ્યક્ત કર્યો હતો.