HDH Bapji Masik Tithi Fruit Prasad Vitaran

27 September 2019

SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પ.પૂ.બાપજીની પ્રથમ માસિક તિથીની સ્મૃતિમાં દિવ્યાંજલિ ઉપક્રમે ૬૦૦૦ થી વધુ દર્દીઓ તથા માતૃગૃહના વડીલોને ૨૦૦૦ કિલોથી વધુ ફળનું વિતરણ

SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પ.પૂ.બાપજીની પ્રથમ માસિક તિથીની મૃતિએ દિવ્યાંજલિ ઉપક્રમે તા.૨૦/૦૯/ર૦૧૯ના રોજ પપૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી SMVSના ૫૦૦ જેટલા પુરુષ-મહિલા કાર્યકરો દ્વારા સિવિલ હોસ્પિટલ, સોલા હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ-ગાંધીનગર, શારદાબેન હોસ્પિટલ, V S હોસ્પિટલ, L G હોસ્પિટલ, GCS હોસ્પિટલ, જીવરાજ મહેતા હોસ્પિટલ જેવી અમદાવાદ-ગાંધીનગરની ૧૦ થી વધુ જનરલ હોસ્પિટલમાં ૬૦૦૦ થી વધુ દર્દીઓ તથા ઘરડાઘરના વડીલોને ર૦૦૦ કિલો તાજા સફરજનનું વિતરણ કરવામાં આવ્યું. દર્દીઓ જલ્દીથી સ્વસ્થ થાય અને દીર્ધાયુ પ્રાપ્ત કરે તે માટે પ.પૂ.સ્વામીશ્રીએ ભગવાન સ્વામિનારાયણ તથા પ.પૂ.બાપજીના દિવ્ય ચરણોમાં પ્રાર્થના સહ આશીર્વાદ પાઠવ્યા છે.

દર્દીઓએ આપેલા અભિપ્રાય મુજબ આવા સમયમાં સાચા સગાની જેમ સહાનુભૂતિ દર્શાવવાથી અમને હુંફ મળી છે અને ભગવાન સ્વામિનારાયણ તથા પ.પૂ.બાપજીના આશીર્વાદને લીધે રોગ સામે લડવાની હિમ્મત પ્રાપ્ત થઇ છે.