એક દિવસ સાંજે ગઢડા મંદિરમાં સુખશૈય્યામાં આવીને મહારાજ બિરાજયા. બંને આચાર્યો, ગોપાળાનંદ, બ્રહ્માનંદ, શુકાનંદ, નિત્યાનંદ વગેરે સંતો તથા હરિભકતોને બોલાવીને પાસે બેસાર્યા. સૌ સંતો તથા હરિભકતોને બંને આચાર્યની અને બે ય દેશના સ્તંભરૂપ મુખ્ય સદ્ગુરુ એવા ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનો આદેશ આપ્યો. આમ ગોપાળાનંદ સ્વામીને બંને દેશના સદ્ગુરુ નીમ્યા અને સમગ્ર સત્સંગની ખબર રાખવાની તેમને આજ્ઞા કરી.