ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખેથી સાવ સહજભાવે નિસૃત થતા એવા કેટલાક અંગ્રેજી શબ્દો જેમાં એમની અવરભાવમાં બોલવાની લઢણ તથા શૈલી યથાવત્ રીતે મૂકવા પ્રયત્ન કરેલ છે. જે વાંચી-સાંભળીને આપણે બ્રહ્માનંદમાં ગરકાવ થઈ શકીએ :
અંગ્રેજી ભાષાના શબ્દોનાં પ્રાસાદિક ઉચ્ચારણો :
૧. ઑડિનરી ૨. સેમ રીપ્લાય
૩. એમિટેશન ૪. ટોપ
૫. સોલિસિટર ૬. પ્રોસેસ
૭. રીનયૂ ૮. એસમબલ
૯. રેકર્ડ ૧૦. બેનિફટ
૧૧. એમ્પોરટેડ ૧૨. સમટાઇમ
૧૩. રિમેમ્બર ૧૪. પ્રિ-પ્લાનિંગ
૧૫. હિયરિંગ ૧૬. પ્રૅક્ટિકલ
૧૭. કિલીયર ૧૮. સુપ્રીમ
૧૯. પ્રમોશન ૨૦. ડાયરેક્ટ
૨૧. ઇનડાયરેક્ટ ૨૨. કૅપેબલ
૨૩. ફિલોસોફી ૨૪. પીએચ.ડી.
૨૫. ટાયટલ ૨૬. હાર્ડ (હાર્ટ)
૨૭. પબ્લિક ૨૮. ડુબ્લિકેટ
૨૯. ડાયવરઝન ૩૦. કોમ્પ્યુટર
૩૧. એજન્ટ ૩૨. ડીલર
૩૩. પાર્ટી ૩૪. સેમ્પલ
૩૫. સ્ટેટમેન્ટ ૩૬. જજમેન્ટ
૩૭. પે-ઑર્ડર ૩૮. ડબલ ફિલ્ટર
૩૯. પૉઇન્ટ ૪૦. સૉલિડ
૪૧. લાયસન્સ ૪૨. પ્યોર
૪૩. કોરટ ૪૪. મેમો
૪૫. પૉઝિટિવ-નૅગેટિવ
ગુજરાતી ભાષાના કેટલાક ગામઠી શબ્દોનાં પ્રાસાદિક ઉચ્ચારણો :
૧. તરગાળા ૨. હિલોળીયા
૩. રેઢિયાર ૪. લોચો
૫. ડફ્ફોળ ૬. બોઘસ કંપની
૭. ભિખારા ૮. ભોં (ભોંય)
૯. કમલા-ધમલા ૧૦. હાલી મળ્યા
૧૧. પોતસાહન ૧૨. જામીન
૧૩. નોખું ૧૪. પાધરું
૧૫. મહાણીયું ૧૬. હમજણ
૧૭. હાલેલું ૧૮. સાધમપણું
૧૯. પરવવતારનાર ૨૦. આતંતિક
૨૧. કિયો ૨૨. સલોક
૨૩. ચેવું ૨૪. બલાડી
૨૫. હાંભળવું ૨૬. પ્રવરતી
૨૭. જઈશી ૨૮. વતિરેક
૨૯. ઘાલવા ૩૦. પક્રતિ
૩૧. સમરતી ૩૨. બાતલ જવું
૩૩. કલાઈ ૩૪. બાઝવું
૩૫. સમરથ ૩૬. ચહમેરી
૩૭. મડદાલ ૩૮. સૂક્ષમ
૩૯. ગાડરિયો પરવાહ ૪૦. શિરોમણિ
૪૧. સમરણ ૪૨. ધનવાદ
૪૩. ઝીણો ૪૪. ડોહો
૪૫. ધેય ૪૬. લબાડ
૪૭. મેંડા ૪૮. વિસમ
૪૯. પસતાવના
ગુરુવર્ય પ.પૂ. બાપજીની કથાવાર્તા દરમ્યાન આવતા કેટલાંક સાંદર્ભિક શબ્દો અને લઘુવાક્યો :
ગુરુવર્ય પ.પૂ. બાપજીની અમૃતવાણીમાં કેટલાંક સાંદર્ભિક શબ્દો અને લઘુવાક્યો આવતાં હોય છે. આ શબ્દો અને લઘુવાક્યો ઉપલક દૃષ્ટિએ સામાન્ય જણાતાં હોય છે. પણ ગુરુવર્ય પ.પૂ. બાપજી એનું વિવરણ કરે ત્યારે એમાં રહેલ રહસ્યસ્ફોટ થતાં સૌ મુમુક્ષુને તે માર્ગદર્શક બની રહેતાં હોય છે.
આ શબ્દ-લઘુવાક્યોમાં આવતાં નાનાં દૃષ્ટાંતો, પ્રસંગો કે સિદ્ધાંતો ગુરુવર્ય પ.પૂ. બાપજીની કથાશૈલીની મૌલિકતાનાં દ્યોતક છે.
૧. નૅગેટિવની પૉઝિટિવ ૨. ગુજરાતી અર્થ
૩. પોણી સોળઆની ૪. પેથોભાઈ
૫. ચગડોળ ચાલુ કર્યા ૬. બાયપાસ કાઢ્યું
૭. ખોબા ભરવા ૮. એકસો ને દસ ટકા
૯. જોનસન રહેમતુલ્લા લગડી ૧૦. છોલ્યા વગરના છે
૧૧. દાઢીમાં હાથ ઘાલવો ૧૨. બેઠો ઉતારો
૧૩. વળાંક લેવો ૧૪. માસીબાનું ઘર છે
૧૫. અંકે ૧૦૦ કરવા ૧૬. ઇલેક્ટ્રિકનો ઉઘાડો કરંટ
૧૭. વાયરનું બંડલ
કહેવતો :
૧. જેવા રેંગણા એવી જાર.
૨. અંધરે નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા.
૩. લે દેવ ચોખા ને મેલ મારો છેડો.
૪. ચૈતર ચઢે નહિ ને વૈશાખ ઊતરે નહીં.
૫. આગ લાગ્યા પછી કૂવો ખોદવા ન બેસાય.
૬. ગરજ સરી કે વૈદ વૈરી.
૭. પહેલા કોળિયે માખ.
૮. જાનમાં કોઈ જાણે નહિ ને વરની ફઈ હું.
૯. વિવાહનું બારમું થતાં વાર ના લાગે.
૧૦. નોકરી કરવી તો સરકારની, સાધુ થવું તો સ્વામિનારાયણના.
૧૧. પડ્યો પોદળો ધૂળ ઉપાડે.
૧૨. પહેલો ઘા રાણાનો.
૧૩. બુઢિયો ઘરડો થાય પણ ગુંલાટ મારવી ન ભૂલે.
૧૪. ભેંસનાં શિંગડાં ભેંસને ભારે.
૧૫. મેંતો મારેય નહિ ને ભણાવેય નહીં.
૧૬. માખી મારે તે માણા મારે.
૧૭. માન ન માન, મૈં તેરા મહેમાન.
૧૮. મિયાં ચોરે મૂઠે ને અલ્લા ચોરે ઊંટે.
૧૯. મિયાંની ભેંસને ડોબું ન કે’વાય.
૨૦. મોસાળ ને મા પીરસનારી.
૨૧. રડતો જાય તે મૂવાના સમાચાર લાવે.
૨૨. લાલો લાભ વિના લોટે નહીં.
૨૩. વાર્યા ન વળે પણ હાર્યા વળે.
૨૪. શિંગડે ખાંડું ને પૂંછડે બાંડું.
૨૫. હલકું લોહી હવાલદારનું.
૨૬. હૈયાં બાળ્યા કરતાં હાથ બાળવા સારા.
૨૭. આંખનું કાજળ ગાલે ઘસ્યું.
૨૮. આંધળું ગાય કે દળે.
૨૯. આંધળું દળે ને કૂતરું ખાય.
૩૦. Old is gold.
૩૧. કૂતરું તાણે ગામ ભણી, શિયાળ તાણે સીમ ભણી.
૩૨. ખાંપણની ખોટ હોય ને તીરથના મનસૂબા.
૩૩. ગઢવી ક્યાં ગયા’તા ? તો કે’, ઠેરના ઠેર.
૩૪. ઘર ફૂટે ઘર જાય.
૩૫. ચકલી નાની ને ફૈડકો મોટો.
૩૬. ચેલા તેરા પણ કહ્યા કરેંગા હમેરા.
૩૭. જમવામાં જગલો ને કૂટવામાં ભગલો.
૩૮. ઠોઠ નિશાળિયાને વેતરણાં ઝાઝાં.
૩૯. ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ દે.
૪૦. તારું મારું સહિયારું, મારું મારું આગવું.
૪૧. ત્યાગે સો આગે, માગે સો ભાગે.
૪૨. દગાબાજ દોઢા નમે.
૪૩. દાઢીની દાઢી, ને સાવરણીની સાવરણી.
૪૪. ઊંટે કાઢ્યા ઢેકા ને માણસે કાઢ્યા કાઠા.
૪૫. બાપના ન વાળે તે બાવાના શું વાળશે ?
૪૬. લાલીના લેખે.
૪૭. લૂલી વાસીદું વાળે ને સાજી ઝાલી રહે.
કીર્તનો
૧. નથી સાધન કે બુદ્ધિનું આ કામ,
કેવળ કૃપાથી પ્રાપ્તિ છે તમામ...
૨. આ સભામાં આપણ સૌના, તેજોમય તન છે...
૩. છાંડી કે શ્રી ઘનશ્યામ, ઓર કો જો જપું નામ...
૪. વળી કહું કોઈ સંતને, સેવશે શ્રદ્ધાવાન;
તેના અંતરથી ઊછળી રે, વળી જાશે જાણો અજ્ઞાન.
૫. અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;
મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય.
૬. જીવ ઈશ્વર તણો રે માયા કાળ, પુરુષ પ્રધાન,
સહુને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન.
૭. રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું...
૮. નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં, કરી દીધા છે મુજ આકાર રે...
૯. નક્કી નકોર નિશ્ચય રાખજો, નથી મુજ વિના કોઈ ભગવાન રે...
૧૦. સાધુ એમ ઓળખાય, હરિરસ પીવે સૌને પાય;
સાચા સાધુ એમ ઓળખાય જી.
૧૧. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા; ધનપતિ દુખિત વિકાર મેં;
વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તન અહંકાર મેં.
૧૨ સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહિ,
એના સર્વોપરીપણામાં બીજી જોડ નહીં.
૧૩. આપે આશિષ અલબેલડો, ને સુણો કૃપાભર્યા એના બોલ રે;
કહે છે વ્હાલો કરી કૃપા રે.
૧૪. શ્રીજી મળ્યા, બાપા મળ્યા, હવે અન્યની પરવા નથી...
૧૫. રાજી કર્યા નથી હવે છે કરવા, સંકલ્પ દેવો નથી હવે ફરવા...
૧૬. અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા...
૧૭. ધર્મકુંવર હરિકૃષ્ણજી, તમે ભક્તપતિ ભગવાન, એ વર માગું છું...
૧૮. સુખ સાચું જોયું રે મૂર્તિમાં, મુક્તો તેમાં મોહ્યા રે મૂર્તિમાં...
૧૯. સાંભળ બેની હરિ રીઝ્યાની રીતડી,
મોહનવરને માન સંગાથે વેર જો...
૨૦. શ્રીજી પ્રગટ મળ્યા, બાપા પ્રગટ મળ્યા, પ્યારા સ્વામી;
જય બોલો આનંદને પામી.
૨૧. આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ,
પુરુષોત્તમ પ્રગટી રે.
૨૨. શ્રીજી મૂર્તિમાં અમને રાખજો, જાણી બિરદ તવ કૃપાનાથ...
એ વર મુને આપજો.
૨૩. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે...
૨૪. બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન...
૨૫. મૂર્તિ કેવી મળી છે તેનો ખ્યાલ કરો, શ્રીજી સર્વોપરી છે તેનું ધ્યાન ધરો...
૨૬. ચિદ્ઘન તેજમાં શોભી રહ્યા રે, શ્રીજી રાજાધિરાજ રે...
૨૭. દિવ્ય કારણ સત્સંગમાંહી સુણો જિજ્ઞાસુ, શ્રીજી મળે મોક્ષ થાય છે...
૨૮. તેજ તેજ તો ઝળહળે, ચારે દિશા માંહી; મધ્યે પ્રભુજી દર્શન દે છે,
ઘનશ્યામ હરિ સુખદાઈ.
૨૯. વળી વ્હાલે કરી એક વાત, સહુ સાંભળો જન સાક્ષાત્;
અમારાં નામ છે જો અપાર, તેમાં પણ કર્યો નિરધાર.
દિવ્ય પ્રસાદીભૂત શબ્દોથી તેઓ અધ્યાત્મનાં ગૂઢાર્થ તથા રહસ્યમય જ્ઞાન સરળતાથી સમજાવે છે જેનાથી અનેક મુમુક્ષુઓને આનંદ-સુખ આવે છે.