દિવ્યપુરુષ મહિમાગાન

પ્રાર્થના : હે વ્હાલા બાપજી, હે વ્હાલા બાપજી

(રાગ : હે સદ્‌ગુરુજી, હે સદ્‌ગુરુજી....)

હે વ્હાલા બાપજી, હે વ્હાલા બાપજી, જેમ કહેશો તેમ કરશું જોડી હાથ જી;

હે દિવ્યપુરુષ, હે વ્હાલા બાપજી, જેમ રાખો તેમ રહેશું જોડી હાથ જી...ટેક

શ્રીજી સંકલ્પે આપ પ્રગટ થયા, નિયમ નિષ્ઠાએ કરી શોભી રહ્યા;

સિદ્ધ મુનિસ્વામીને ગુરુ કર્યા...હે વ્હાલા બાપજી ૦૧

હેતુ પ્રાગટ્યનો તમે ઉર ધરી, અહીં-તહીં રહ્યા તમે બહુ ફરી;

નર્યાં અપમાનોને સહન કરી...હે વ્હાલા બાપજી ૦૨

જે’દિ જમવા માટે ખીચડી નો’તી, વિચરણ માટે ક્યાં જોડ હતી;

રોમે રોમમાં નરી ખુમારી હતી...હે વ્હાલા બાપજી ૦૩

તાવ ટાઇફૉઇડ જેવો મંદવાડ સમો, ફ્રૂટ ન્હોતું સુધારી ક્યાંથી જમો;

શ્રીજી સિદ્ધાંતોનો હતો રજમો...હે વ્હાલા બાપજી ૦૪

ખૂબ સમર્થ છતાં જરણાઓ કરી, ગાડાં વાસણ ઘસીને સેવા કરી;

મુનિસ્વામી ગુરુનો લાભ ધરી...હે વ્હાલા બાપજી ૦૫

સભા સ્ટેડિયમ કેરી પાળે ભરી, ભગવું ફરકાવીને ધજા કરી;

શેર જામફળ લાવી પ્રસાદી ધરી...હે વ્હાલા બાપજી ૦૬

બાપા કેરા વિરોધી વચ્ચે રહ્યા, બાપાવાળો એમ સહુ કહેતા રહ્યા;

તોય લાખો બાપાવાળા થયા...હે વ્હાલા બાપજી ૦૭

માળા લઈને પ્રદક્ષિણા બહુ ફર્યા, ફરતાં ફરતાં ઘણા સત્સંગી કર્યા;

ગોટલી આપી મહારાજ બાપા ભર્યા...હે વ્હાલા બાપજી ૦૮

રાત દાડો કે’દિ તમે જોયા નથી, એક-બે કાજે તમે રહ્યા મથી;

આખા જીવનમાં એકે રજા રાખી નથી...હે વ્હાલા બાપજી ૦૯

આપ સ્વયં મૂર્તિમાંહી રહ્યા, છતાં અપાર દુઃખો આપે સહ્યાં;

સૌને મૂર્તિસુખથી ભરી રહ્યા...હે       વ્હાલા બાપજી ૧૦

ઘણા વિમુખ વિમુખ તમને કહેતા રહ્યા, તોય લાખો મુખોન્મુખ કરતા રહ્યા;

ઠસોઠસ નિષ્ઠાથી ભરતા રહ્યા...હે વ્હાલા બાપજી ૧૧

હજુ સત્સંગ આખો જોઈ રહેશે, શ્રીજી દિગંતમાં ડંકા દઈ દેશે;

શું થયું...? કેમ થયું…? તેમ સહુ કહેશે...હે વ્હાલા બાપજી ૧૨

બસો બસો વર્ષનો સંકલ્પ જે, શુદ્ધ સંપ્રદાય તણો હતો તે;

જય જયકાર તેનો આજે થઈ રહ્યો છે...હે વ્હાલા બાપજી ૧૩

આપ કહો છો કંઈ અમે નથી કરતા, સ્વયં શ્રીજીમહારાજ છે આપ કર્તા;

તવ કૃપાએ એમાં અમને ભેળવતા...હે   વ્હાલા બાપજી ૧૪

ઉપકારો અનંત નવ વિસરીએ, આપ વચને ટુક ટુક થઈ રહીએ;

આપ શતાબ્દી કેરી આશા કરીએ...હે વ્હાલા બાપજી ૧૫

ઘણી વખત કર્યા હશે ઓશિયાળા, મનમુખી સ્વભાવે કર્યા દુખાળા;

બધું ભૂલીને માફ કરો ગુરુ મારા...હે વ્હાલા બાપજી ૧૬

દિવ્યપુરુષ મહિમાગાન

એક દિવ્યપુરુષની વાત કરું, પ્રાણપ્યારા ગુરુ બાપજીની કરું;

એક દિવ્યપુરુષની વાત કરું, દિવ્યભાવ મહિમા સાથે કરું...ટેક

શ્રીહરિનો મહિમા સર્વોપરી, જેના રૂંવાડે-રૂંવાડે એ જ ભર્યો;

તે માટે તન-મન અર્પી દીધું, એવું કાર્ય મારા ગુરુજીએ કીધું...૦૧

અમીભરેલી દૃષ્ટિ છે કેવી, ઝાડી દેશમાં વરસે કૃપા કેવી;

દીન-દુખિયાનાં સર્વે દુઃખો હરે, પોતે ભૂખ દુઃખ ને થાક સહે...૦૨

ખીચડીમાં જે’દિ હળદર ન્હોતી, કર્યું સિદ્ધાંતમાં સમાધાન નહિ;

રાખી નિયમ ધરમની દૃઢતા ઘણી, છે જો સાધુતાની મૂર્તિ ખરી...૦૩

દુખિયા જીવોને સુખિયા કરવા, ટાઢ તડકો ને વરસાદ સહ્યાં ઘણાં;

વન-પર્વત ઝાડીએ વિચર્યા ઘણું, ચડી ડુંગરા આશીર્વાદ આપ્યા ઘણા...૦૪

પગપાળા ચાલ્યા એ પોટલાં લઈ, બેઠા ટ્રક ટેમ્પામાં ને રિક્ષા કરી;

કર્યા ઉપવાસ પાળી આજ્ઞા ઘણી, રાતોની રાતો જાગી વાતો કરી...૦૫

વહેલા ઊઠ્યા ને મોડા સૂતા, રાતોની રાત એ પોઢ્યા નહિ;

સેવકભાવે ઘણી સેવા કરી, ઘસ્યાં વાસણ પાણી દેગડાં ભરી...૦૬

માલ વિનાના માનવ કેવા, અપમાન કરે તુચ્છ ગણી;

દિવ્યભાવે દર્શન સેવા-સમાગમ, કર્યા રાજી મુનિસ્વામીને મળી...૦૭

સમજે અંતરથી દિવ્યભાવ, આ સત્પુરુષ કેવા દિવ્ય હશે;

દિવ્ય સમજે તે સર્વે દિવ્ય થશે, સર્વે દુઃખોના ડુંગરો તૂટી જશે... ૦૮

દિવ્યપુરુષ એક અતિ બડે...

(રાગ : ગુરુ ગોવિંદ દોઉં ખડે...)

દિવ્યપુરુષ એક અતિ બડે, શ્રીજી સમ સુખધામ;

બાપાશ્રી કે વચન પ્રગટે, ગુરુજી મેરે મહાન... હો વ્હાલા૦૧

બાપાશ્રી એક દિન પધારે, ધન્ય વાંસવા ગાંવ;

જેઠાભાઈ દર્શન આયે, પૂજન કરી પડે પાંવ...   હો વ્હાલા૦૨

ભક્ત વિનવે બાપાશ્રી કો, પુત્ર દિયો સુખધામ;

હમ તુમ્હારે આપ હમારે, કૃપા કરો મુજ તાત...  હો વ્હાલા૦૩

રાજી હો ગયે બાપાશ્રી જો, ભક્ત પૂરે નિષ્કામ;

ટીકા લગાયા શ્રીફલ દિયા, ભક્ત હુવે બડ ભાગ... હો વ્હાલા૦૪

મુસ્કુરાતે બાપા બોલે, સંકલ્પ શ્રીજી સુજાન;

આધા તુમ્હારા આધા હમારા, મુક્ત અનાદિ મહાન... હો વ્હાલા૦૫

આધા હમારા વો ગુરુજી મેરે, દિવ્યપુરુષ નિદાન;

શુદ્ધ ઉપાસના કારણ પ્રગટે, બાપજી મેરે મહાન...    હોવ્હાલા૦૬