ભગવાન સ્વામિનારાયણ અને જીવનપ્રાણ અબજીબાપાશ્રીના દિવ્ય સંકલ્પથી જ જેઓનું અવરભાવમાં પ્રાગટ્ય થયું છે એવા શ્રીજીસંકલ્પરૂપ દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનની તથા તેઓએ કરેલાં મહાન અદ્ભુત આધ્યાત્મિક તથા સામાજિક કાર્યોની પ્રાગટ્યથી લઈને વર્તમાન સુધીની દિવ્ય સ્મૃતિઓની આછેરી ઝરમર માણીએ :
ઈ.સ. ૧૯૩૩ | વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીનું વિરમગામ તાલુકાના વાસણ ગામે પ્રાગટ્ય થયું. |
ઈ.સ. ૧૯૫૩ | કારણ સત્સંગના સિદ્ધાંતોને છડેચોક પ્રવર્તાવી ઉજાગર કરનાર પોતાના આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના પ્રાગટ્યના દિવ્ય આશીર્વાદ સમર્થ ગુરુ સદ્. મુનિબાપાને પ્રાર્થના કરી અપાવ્યા. |
ઈ.સ. ૧૯૫૬ | ભાગવતી સંતદીક્ષા ગ્રહણ કરી ‘સાધુ દેવનંદનદાસ’ એવું નામ ધારણ કર્યું. સદ્. ગોપીવલ્લભદાસજી સ્વામી સાથે મૂળીમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ખૂબ સત્સંગ વિચરણ કર્યું. |
ઈ.સ. ૧૯૬૮ | સદ્. મુનિસ્વામી થકી તેઓના સિદ્ધાંતોનો વારસો પામી કારણ સત્સંગની દિવ્ય અમીરપેઢીના અમીર વારસદાર થયા. |
ઈ.સ. ૧૯૬૯ | શ્રીજીમહારાજ અને જીવનપ્રાણ અબજીબાપાશ્રીના સર્વોત્તમ સિદ્ધાંતોના વિશ્વવ્યાપી પ્રવર્તન કાજે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં મલેકસાબાન સ્ટૅડિયમની પાળે સભાનો પ્રારંભ કર્યો. અને ઘનશ્યામનગર મંદિરનો શિલાન્યાસ કર્યો. |
ઈ.સ. ૧૯૭૦-૭૩ | અનેક વિરોધોના વંટોળ વચ્ચે બાપાશ્રીનો મહિમા અને અસ્મિતા ચોમેર પ્રસરાવી હરિભક્ત સમાજને બાપાશ્રી પ્રત્યેની અસ્મિતાના રંગે રંગી દીધો અને તેનો અહેસાસ સૌને થયો. |
ઈ.સ. ૧૯૭૪ | અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં ઘનશ્યામનગર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌપ્રથમ શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિર રચી સ્વામિનારાયણ ભગવાનનો અધૂરો સંકલ્પ પૂર્ણ કર્યો અને સંપ્રદાયમાં શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિરો રચવાનો ક્રાંતિકારી પ્રારંભ કર્યો. |
ઈ.સ. ૧૯૭૫ | બાપાશ્રીનો સિદ્ધાંત છડેચોક વિસ્તારવા માટે ઘનશ્યામનગર મંદિરે વર્ષમાં બે વાર, પાંચ પાંચ દિવસનાં બ્રહ્મસત્રો યોજવાનું શરૂ કર્યું. |
ઈ.સ. ૧૯૭૬ | એસ.એમ.વી.એસ. સંસ્થાના માસિક સામયિક ‘ઘનશ્યામ’ અંકનો પ્રારંભ કર્યો. |
ઈ.સ. ૧૯૭૮ | ગુરુવર્ય પ.પૂ. બાપજી સાથે મુક્તરાજ ઘનશ્યામભાઈ (વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી)નું મોટા મંદિરે પ્રથમ મિલન થયું. |
ઈ.સ. ૧૯૭૯ | શહેરી વિસ્તારના હરિભક્તોને સત્સંગનો લાભ આપી બળિયા રાખવા માટે અમદાવાદની લાંબેશ્વરની પોળમાં મકાન ખરીદી સત્સંગ સભાનો પ્રારંભ કર્યો. |
ઈ.સ. ૧૯૮૦ | પોતાના સર્વશ્રેષ્ઠ શિષ્ય તેમજ આધ્યાત્મિક અનુગામી સત્પુરુષ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને ભાગવતી સંતદીક્ષા આપી ‘સાધુ સત્યસંકલ્પદાસ’ એવું નામકરણ કર્યું. |
ઈ.સ. ૧૯૮૧ | ભગવાન સ્વામિનારાયણનો ૨૦૦ વર્ષનો પ્રાગટ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ઘનશ્યામનગર મંદિરે ઊજવાયો. |
ઈ.સ. ૧૯૮૪ | શ્રીજીમહારાજ અને બાપાશ્રીના સિદ્ધાંત પ્રવર્તન કાજે સાંપ્રદાયિક બંધનોમાંથી નિર્બંધ થયા. ઘનશ્યામનગર મંદિરનો દશાબ્દી ઉત્સવ ઊજવાયો. પંચમહાલ ખાતે નૂતન સત્સંગનાં બી રોપાયાં. |
ઈ.સ. ૧૯૮૬ | દ્વિતીય શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિરની ઇસનપુર ખાતે રચના કરીને સર્વોપરી સનાતન ઉપાસનાના પ્રવર્તનને વધુ વેગ આપ્યો. |
ઈ.સ. ૧૯૮૭ | શુદ્ધ ઉપાસનાયુક્ત ભવ્ય પ્રથમ શિખરબદ્ધ મંદિરનું શ્રીજીમહારાજના પ્રસાદીભૂત સ્થાન વાસણા ખાતે નિર્માણ કરીને સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS)ની સ્થાપના કરી. સંસ્કાર કેન્દ્ર અન્વયે બાળ-બાલિકા, કિશોર-યુવક મંડળની સ્થાપના કરી. |
ઈ.સ. ૧૯૮૮ | સમાજને બળિયો કરવા નિરમા ફાર્મથી શિબિરોનો પ્રારંભ થયો. |
ઈ.સ. ૧૯૯૫ | ‘જીવનપ્રાણ અબજીબાપાશ્રી શાર્ધ શતાબ્દી મહોત્સવ’ માત્ર ૧૪ સંતોના સહયોગથી ભવ્યતાથી યોજી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં એસ.એમ.વી.એસ. સંસ્થાની શાન વધારી. સૌપ્રથમ વાર વિદેશ વિચરણ અર્થે લંડન પધારી વિદેશની ભૂમિ પર કારણ સત્સંગનાં બીજ રોપ્યાં. |
ઈ.સ. ૧૯૯૬ | સૌપ્રથમ અમેરિકા અને કુવૈત ખાતે કારણ સત્સંગનાં બીજ રોપાયાં. |
ઈ.સ. ૨૦૦૧ | મહિલા વર્ગના આધ્યાત્મિક-સામાજિક ઉત્કર્ષ માટે ગુરુવર્ય પ.પૂ. બાપજીની પ્રેરણાથી ત્યાગી મહિલામુક્તોના ‘ભક્તિનિવાસ’ એકમની સ્થાપના થઈ. સ્વામિનારાયણ ધામ ખાતે ભવ્ય સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ ઊજવાયો. |
ઈ.સ. ૨૦૦૨ | ગાંધીનગર ખાતે સ્વામિનારાયણ ધામનું નિર્માણ કરી SMVS સંસ્થાના મુખ્ય વડામથકની સ્થાપના કરી. આજના વિષય, વ્યસન, ભોગવિલાસજન્ય કુત્સિત વાતાવરણથી બાળકોને બચાવવા, સદ્ગુણયુક્ત બાળકોની હારમાળા રચવા, દેશ ને સમાજનું ભાવિ ઉજ્જ્વળ બનાવવા અને સંસ્કૃતિના જતન માટે સ્વામિનારાયણ ધામ ગુરુકુલની સ્થાપના કરવામાં આવી. |
ઈ.સ. ૨૦૦૩ | વિદેશની ભૂમિ પર અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટમાં જર્સીસિટી ખાતે સૌપ્રથમ સર્વોપરી શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિરનું નિર્માણ કરીને કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાનો મંગલ પ્રારંભ કર્યો. |
ઈ.સ. ૨૦૦૬ | ભવ્ય વચનામૃત રહસ્યાર્થ દ્વિશતાબ્દી મહોત્સવ ઊજવાયો. |
ઈ.સ. ૨૦૦૭ | સમગ્ર સંસ્થાનું સુયોગ્ય મૅનેજમેન્ટ ગોઠવવા કાર્યાલયોની રચના કરી. |
ઈ.સ. ૨૦૦૮ | ગુરુવર્ય પ.પૂ. બાપજીનો ૭૫મો પ્રાગટ્યોત્સવ ‘અમૃત મહોત્સવ’ તરીકે ઊજવાયો. |
ઈ.સ. ૨૦૧૧ | મુમુક્ષુને સંત થતા પૂર્વે સુવ્યવસ્થિત આધ્યાત્મિક ઘડતર તથા વ્યવહારિક તાલીમ આપી તેઓનું સર્વાંગી ઘડતર કરવા માટે સમર્પિત તાલીમ કેન્દ્ર (એસ.ટી.કે.)નો પ્રારંભ કર્યો. આજની બાલિકા એ આવતી કાલની સમાજની જનની છે. તે બાલિકાઓ અનંત બાળકોનાં જન્મ અને ઘડતરની ઉચ્ચ સેવા કરનાર એક શ્રેષ્ઠ નારી બને તેવા હેતુથી મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિના ભાગ રૂપે કન્યા કેળવણીના તીર્થ સમાન સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલની સ્થાપના કરવામાં આવી. આજની બાળપેઢીને સત્સંગ, સંસ્કાર તેમજ કેળવણીના ઉચ્ચ આદર્શો બાળપણથી મળી રહે તે માટે ‘આદર્શ બાળ પ્રૉજેક્ટ’ (એ.બી.એસ.)નો પ્રારંભ કરવામાં આવ્યો. |
ઈ.સ. ૨૦૧૨ | પોતાના આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર અનુગામી સત્પુરુષ તરીકે વ્હાલા પ.પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રીને ઘોષિત કર્યા. ભવિષ્યમાં થનાર કારણ સત્સંગ યુનિવર્સિટીનો ભાવિ સંકલ્પ ઉદ્ઘોષિત કર્યો. ‘કારણ સત્સંગ યુનિવર્સિટી’ના પૂર્વાપર આયોજનના ભાગ રૂપે આદર્શ યુવા પ્રૉજેક્ટનો પ્રારંભ થયો. સંસ્થાના ૨૫ વર્ષ પૂર્ણ થયે રજત જયંતી મહોત્સવ ઊજવાયો તે ઉપક્રમે ૨૯ મંદિરોનાં નિર્માણકાર્ય થયાં. |
ઈ.સ. ૨૦૧૩ | ત્યાગાશ્રમના માર્ગે વળવા ઇચ્છનાર મુમુક્ષુ યુવતીઓનું આધ્યાત્મિક ઘડતર કરવા તથા વ્યવહારિક તાલીમ આપી તેઓનું સર્વાંગી ઘડતર કરવા માટે સમર્પિત તાલીમ કેન્દ્ર (એસ.ટી.કે.)નો પ્રારંભ થયો. |
ઈ.સ. ૨૦૧૪ | શ્રીજીસંમત કારણ સત્સંગના મૂળભૂત સિદ્ધાંતો ગુરુવર્ય પ.પૂ. બાપજી દ્વારા મહારાજ સમજાવી રહ્યા છે. તેનો લઘુ ગ્રંથ ‘સ્વરૂપનિષ્ઠા’ની રચના કરવામાં આવી. જેમાં જ્ઞાનની સ્પષ્ટતા માટે ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીએ પણ અંગત રસ લઈ ખૂબ દાખડો કર્યો. |
ઈ.સ. ૨૦૧૫ | દેશ-વિદેશમાં સમાજના કોઈ પણ વર્ગને સામાજિક તથા રચનાત્મક પ્રવૃત્તિઓમાં સુવ્યવસ્થિત સંલગ્ન કરવા તેમજ લાભ આપવા સંચાલન માટે SMVS ચૅરિટિઝ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. આજે કે ભવિષ્યમાં જે હેતુ, આદર્શો તેમજ સિદ્ધાંતોથી આ SMVS સંસ્થાનું શ્રીજીમહારાજના સંકલ્પથી સ્થાપન કરવામાં આવ્યું છે તેમાં હજારો-લાખો વર્ષ સુધી કોઈ ફેરફાર ન આવે અને પેઢીઓની પેઢીઓ સંસ્થાના પાતાળમાં પાયા પહોંચાડવા SMVS સંસ્થાનું મુખ્ય સંસ્થા બંધારણ રચવામાં આવ્યું. સ્વામિનારાયણ ભગવાને પૂ. સંતો માટે કરેલ આજ્ઞાઓ વર્તમાનકાળે પણ અક્ષરશઃ પાળવા તેમજ આજના કુત્સિત વાતાવરણ વચ્ચે સંતોના આશ્રમની અણીશુદ્ધતા માટે SMVSના ત્યાગી સમાજ માટે સંત બંધારણની રચના કરવામાં આવી. |
ઈ.સ. ૨૦૧૬ | વિદેશ સત્સંગ પ્રવૃત્તિના સુવ્યવસ્થિત સંચાલન માટે અમેરિકાના ચેરીહિલ સિટી, ન્યૂજર્સી ખાતે સ્વામિનારાયણ ધામની વડામથક તરીકે સ્થાપના કરી. બળદિયા ખાતે બાપાશ્રીના મૂળભૂત પ્રાગટ્યસ્થાન પર છત્રી નિર્માણ કર્યું. |