પ્રગટભાવ દેખાડ્યો

 

ગઢપુરમાં મહારાજે મનુષ્યલીલા સંકેલી દેહોત્સવ કર્યો ત્યારે સર્વે અતિ દુઃખી થઈ ગયા. પછી મહારાજના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર કરવા લક્ષ્મીવાડીએ લાવ્યા ત્યારે દાદાખાચર અતિ પ્રેમને લીધે અતિ શોકાતુર થઈ, રુદન કરવા લાગ્યા. અને શ્રીહરિની ચેહમાં પડવા માટે ગયા. સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામીએ તેમને રોક્યા અને કહ્યું, “હં...હં... દાદાખાચર, આ શું કરો છો ? તમે મહારાજને કેવા જાણો છો ? શું તમે મહારાજને ગયેલા જાણો છો ? દાદાખાચર, મહારાજ તો સદાય પ્રગટ, પ્રગટ ને પ્રગટ જ છે. માટે જાવ મહારાજની બેઠકે. ત્યાં મહાપ્રભુ બિરાજમાન છે.”

પછી દાદાખાચર મહારાજ કાયમ બિરાજતા તે બેઠકે ગયા.  દાદાખાચરે મહારાજને ત્યાં બિરાજમાન થયેલા દીઠા. તેથી એકદમ દંડવત કરવા લાગ્યા. ત્યારે સ્વયં મહારાજે ઊભા થઈને પોતાના કંઠમાંથી ગુલાબનો હાર કાઢીને, તેમને પહેરાવ્યો ને કહ્યું, “દાદા ! અમે જઈએ તેવા નથી. અમે તો સદાય પ્રગટ જ છીએ.”