આફરો ઉતાર્યો

એક વખત સ્વામીશ્રી સંતોએ સહિત કમળાપુર પધાર્યા હતા, તે વખતે મંદિરે જતાં માર્ગમાં એક કૂતરું બે દિવસથી માંદું હોવાથી સૂતેલું. તેને આફરો ચડેલો હતો. સ્વામીશ્રીએ ચાલતા - ચાલતા તેની ઉપર કૃપાદૃષ્ટિ કરી ને આગળ ચાલ્યા. પાછળ આવતા હરિભકતોએ સ્વામીશ્રીના ચરણની રજ લઇ તે કૂતરા માથે નાંખી. તરત જ તે કૂતરાને આફરો મટી ગયો ને તે સાજું થઇ ચાલવા માંડયું. જેમની ચરણની રજનો આટલો પ્રતાપ તો પોતે કેટલા સમર્થ હશે ?