અબ્દુલ્લા અને મૂળજીને અલૌકિક દર્શન

સંવત ૧૯૯૪ની સાલમાં ઉનાળાના સમયમાં સદ્દગુરુશ્રી કરાંચી પધાર્યા હતા. અને કરાંચીના હરિભક્તો એટલે હેતની મૂર્તિ. સદ્દગુરુશ્રી કરાંચીના હરિભક્તોના આગ્રહને વશ થઈ એક વખત હરિભક્તોએ સહિત હવાબંદર સમુદ્રતટ પર સ્નાન માટે પધાર્યા. દરિયામાં સ્નાન કર્યા પછી ત્યાં કથાવાર્તા કરવાનું વિચાર્યું. ત્યાં એક ઘુમ્મટ હતો અને ત્યાં સૌ સંતો-હરિભક્તોએ સહિત સદ્દગુરુશ્રી બિરાજ્યા. સદ્દગુરુશ્રી હવાબંદર પધાર્યા છે આવી જાણ થતાં હરિભક્તો પણ ત્યાં ઉતાવળા ઉતાવળા સદ્દગુરુશ્રીનાં દર્શન માટે પહોંચી ગયા.

સદ્દગુરુશ્રીનો અસ્ખલિત વાણીનો પ્રવાહ વહી રહ્યો હતો તે વખતે એક અદ્ભુત પ્રસંગ બની ગયો. હવાબંદરની નજીક એક બસસ્ટેન્ડ અને ત્યાં કોઈક બે ઑફિસરો બસની રાહ જોઈને ઊભા હતા અને બંને મિત્રોને જાણે સદ્દગુરુશ્રીની દિવ્યદષ્ટિએ ખેંચ્યા હોય તેમ ખેંચાયા અને બંને ચાલતાં ચાલતાં નજીક આવ્યા. બંને મિત્રોમાંના એક્નું નામ હતું અબ્દુલ્લા અને બીજાનું નામ હતું મૂળજીભાઈ લાલવાણી.            

દૂરથી જ દર્શન કરતાં ચાલ્યા આવતા હતા એ સમયે અબ્દુલ્લાને એક અલૌકિક અનુભૂતિ થઈ. પોતે સમાધિ અવસ્થામાં હોય તેવું લાગવા માંડ્યું અને તેજ તેજના અંબારમાં સોનેરી-રૂપેરી પ્રકાશમાં સદ્દગુરુશ્રીનાં ઝળહળ ઝળહળ દર્શન થવા લાગ્યા. સદ્દગુરુશ્રીની આજુબાજુ એવી આકૃતિઓ એમના ચરણસ્પર્શ કરી રહી હતી અને વાતાવરણમાં અનહદ સુગંધ સુગંધ થઈ ગઈ. સદ્દગુરુશ્રીએ તેમને પોતાની પાસે બોલાવી પ્રસાદી આપી. અબ્દુલ્લાભાઈએ ખૂબ જ આદરભાવથી પોતાનો ટોપો ઉતારી નમસ્કાર કર્યા. તેમની સાથે તેમના મિત્ર મૂળજીભાઈ લાલવાણી પણ સદ્દગુરુશ્રીના અદ્ભુત પ્રતિભાશાળી વ્યક્તિત્વથી અંજાઈ ગયા.

સદ્દગુરુશ્રી બીજે દિવસે ત્યાં જ રોકાયા હતા અને બંને મિત્રો સદ્દગુરુશ્રીનાં દર્શન કરવા આતુર બન્યા હતા અને બંને ફરી પાછા આવ્યા. અબ્દુલ્લાભાઈને ગુજરાતી ન આવડે અને સદ્દગુરુશ્રી ઉર્દૂ કે હિન્દી ભાષા જાણતા ન હતા, છતાંય ભાષાના જ્ઞાન વિના અબ્દુલ્લાભાઈના અંતરમાં સદ્દગુરુશ્રીનો મહિમા છવાઈ ગયો.            

પરંતુ મિત્ર મૂળજીભાઈ ગુજરાતી ભાષા જાણતા હોવાથી સદ્દગુરુશ્રીનાં વચનોને અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરી અબ્દુલ્લાભાઈને સમજાવતા. સદ્દગુરુશ્રીની વાતોથી બંને મિત્રોનાં અંતરમાં ટાઢું ટાઢું થઈ ગયું અને સદ્દગુરુશ્રીએ બંને મિત્રોને વર્તમાન ધરાવી મૂર્તિના સુખમાં મહાલતા કરી દીધા. સદ્દગુરુશ્રી થોડું-ઘણું હિન્દી બોલ્યા કે, “અબ્દુલ્લા, શ્રીજીમહારાજને આપકા સબ ગુન્હા માફ કર દિયા, તુમ્હારે અનંત જન્મોં કે પાપ કો જલા દિયાં.” સદ્દગુરુશ્રીએ કહ્યું, “અબ્દુલ્લા, તુમ ચાહે હમેં યાદ કરો ય ના કરો, યાદ કરે બિના હમ તુમકો જહાં લે જાના હૈ વહા લે જાયેંગે. હમ તુમ્હેં કભી નહિ છોડેંગે. યહાં ભી ઔર વહાં ભી તુમ્હે પકડકે સીધે અક્ષરધામ લે જાયેંગે.”

અબ્દુલ્લાભાઈ તો સદ્દગુરુશ્રીનાં આવા વચનોથી વિંધાઈ ગયા. અંતરમાં કોઈક અનેરી લાગણી અનુભવવા લાગ્યા અને સદ્દગુરુશ્રી પ્રત્યે બોલ્યા, “સ્વામીજી, હું પણ આપનો દાસાનુદાસ છું. મારે આપને કંઈક અર્પણ કરવું છે, આપને રાજી કરવા છે.” સદ્દગુરુશ્રીએ કહ્યું, “અર્પણ કરાવતા નથી, અર્પણ કરીએ છીએ. મૂર્તિ આપી દઈએ. તમારે ‘સ્વામિનારાયણ’ મહામંત્રનું સાચા ભાવે રટણ કર્યા કરવાનું. તે મંત્ર બહુ પ્રૌઢ પ્રતાપી મંત્ર છે. સર્વે સાધનોનું ફળ તમને આ મંત્રથી મળી જશે.”  

સદ્દગુરુશ્રીના એક અલ્પ સંબંધથી અબ્દુલ્લાભાઈનું જીવન પ્રભુ તરફ વળ્યું. સદ્દગુરુશ્રી પ્રત્યે ખૂબ પ્રેમમગ્ન બન્યા અને સદ્દગુરુશ્રીને કહેવા લાગ્યા, “સ્વામીજી ! મારો નવો જન્મ થયો છે. હવે આપ મારું નામ પાડો. મારું અત્યાર સુધીનું નામ ખોટું હતું. આપ સાચું નામ પાડો.” સદ્દગુરુશ્રીએ કહ્યું, “નામ તો દેહના છે. જીવનું નામ તો અમે અનાદિમુક્ત પાડી જ દીધું છે. દેહના નામ તો ગમે તેટલાં પાડીશું તે બદલાવાનાં છે. પરંતુ આત્માનું નામ બદલીએ તો જ સાચું એ અમે બદલી જ નાખ્યું છે. છતાંય તમારી આત્માની સ્‍થ‍િતિ બદલાય છે એટલે આપણે આત્મારામ નામ રાખીએ.” અને અબ્દુલ્લામાંથી બન્યા આત્મારામ.

રે બહુ તાણ હતી, તેથી મહારાજ તથા દિવ્ય મુક્તોએ તમને દર્શન આપ્યાં. આ સુખ સંભારી રાખજો, હવે અમે અંતર્ધાન થઈએ છીએ.” વળી ભલામણ કરી કે, “બાપાશ્રીની કૃપામાં જે જે આવ્યા છો તે એકબીજામાં સંપ રાખજો ; તો અમે રાજી થઈશું. વચન લોપીને કોઈ મોટાને ખતરાવશો નહીં. આ વાત સૌ હેતવાળાને કરજો,” એટલું કહીને અદૃશ્ય થઈ ગયા.