જમિયતપુરામાં આશીર્વાદ

સદ્દગુરુશ્રીની પરમ કૃપા જમિયતપુરા ગામ ઉપર વરસી રહી. સદ્દગુરુશ્રી તો સદાય નિર્દોષ બાળકસહજ પ્રસન્નવદને સૌના ઉપર રાજીપો જણાવે. હરિભકતો તરફથી રસોઈ ઉપર રસોઈ ચાલ્યા કરે. સંતો રસોઈ કરતા હોય, સદ્દગુરુશ્રી મંદિરના ચોકમાં પાટ ઉપર બિરાજ્યા હોય. હરિભક્તો તો વીંટળાઈને બેઠા જ હોય. એક વખત ચૂલાના ધુમાડા સામું જોઈ સદ્દગુરુશ્રીએ કહ્યું : સ્વામિનારાયણના ચૂલાનો ધુમાડોય કેવો દિવ્ય ! જુઓ ! આ ધુમાડો જે તરફ જાય છે તે ભાગના હરિભક્તો બહુ બળિયા થઈ જશે ! વાતની વાતમાં અઢળક ઢળી જાય ! માઢ મેડીમાં પધરામણી થઈ ને સદ્દગુરુશ્રીએ આશીર્વાદ દીધા કે આ માઢમાં કોઈ દુખિયો નહિ રહે ! આ લોક ને પરલોક બંનેમાં બઢતી !