ટ્રેનના ડબ્બા જોડી આપ્યા

શ્રી છપૈયામાં પ્રતિષ્ઠોત્સવ ઊજવી બાપાશ્રી તથા સદ્દગુરુઓ સહિત સંત-હરિભકતો અયોધ્યા આવ્યા. ત્યાં દર્શન કરી આગ્રા આવ્યા. ત્યાં ટ્રેન બદલવાની હતી, પણ તે દિવસે ત્યાં મુસલમાનનો મેળો હતો તેથી અતિશય ગિરદી હતી, ને રિઝર્વેશન મળતું ન હતું. તે વખતે સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી આગ્રાના સ્ટેશન માસ્તર પાસે ગયા. સ્ટેશન માસ્તરે સદ્દગુરુશ્રીનું ભવ્ય ને પ્રભાવશાળી સ્વરૂપ જોઈ હાથ જોડ્યા. સદ્દગુરુશ્રીએ તેમને કહ્યું કે અમે તો ફકીર છીએ, તમારે અમારી સેવા કરવી જોઈએ, સ્ટેશન માસ્તરે તે જ વખતે બે વધુ ડબ્બા જોડાવી આપ્યા !