પ્રાગટ્ય

તીર્થધામ મૂળીથી પાંચ ગાઉ દૂર આવેલું સુરેન્દ્રનગર જિલ્લાનું એક નાનકડું ગામ. ગામનું નામ ચાણપર. આ ગામમાં વૈશ્ય કણબી જ્ઞાતિના કેટલાંક ઘર, પરંતુ માંડણભાઈ અને હરિબા સૌથી જુદાં તરી આવે. બંને પતિ-પત્ની શ્રીહરિના અનન્ય આશ્રિત અને શ્રીજીમહારાજની નિષ્ઠા તથા નિયમ-ધર્મેયુક્ત જીવન સૌને પ્રેરણા આપે.

પિતા માંડણભાઈના ઘેર પીતાંબરભાઈ તથા જેઠાભાઈના જન્મ બાદ વિ.સં. ૧૯૩૬માં મુક્તરાજ હીરાભાઈનું પ્રાગટ્ય થયું કે જેઓ શ્રીહરિના સંકલ્પ હતા અને સંપ્રદાયમાં આપણે સૌ જેમને સદ્‌. મુનિસ્વામી તરીકે ઓળખીએ છીએ. મુક્તરાજ હીરાભાઈના પ્રાગટ્ય બાદ ચોથા નંબરે પ્રાગજીભાઈનો જન્મ થયેલો. વઢવાણ પાસેના રતનપુર ગામમાં પોતાનું અધવારુ હોવાથી પિતાશ્રી માંડણભાઈ આદિ ત્યાં પણ રહેતા અને તેથી સદ્‌ગુરુશ્રી-મુક્તરાજ બહુધા રતનપુરમાં જ મોટા થયેલા.