મૂંગાને બોલતો કર્યો

સરસપુરના રહેવાસી પા. હરિભાઈ ધનજીભાઈને આઠ વર્ષનો એક દીકરો હતો. તેનું નામ વિનોદ. નાનપણથી જ તે અબોલ-મૂંગો હતો. ઘણાબધા પ્રયત્નો અને બાધા-માનતા કરવા છતાં પણ વિનોદ બોલતો ન થયો. છેવટે “સ્વામીશ્રી સિવાય બીજો કોઈ આધાર નથી, પ્રાર્થના કરીએ. પછી જેવી મહારાજની મરજી” એવા ભાવથી સ્વામીશ્રીને બધી વિગતે વાત કરી અને દયા કરીને પ્રાર્થના કરી. ત્યારે સ્વામીશ્રી બોલ્યા, “હરિભાઈ, મૂંગાને બોલતો કઈ રીતે કરવો ? અશક્ય છે. પણ મહારાજને પ્રાર્થના કરીએ છીએ. શ્રદ્ધા ને વિશ્વાસ રાખજો. મહારાજ દયા કરશે.” અને સ્વામીશ્રીની કૃપાથી ૮ વર્ષનો વિનોદ (જન્મથી મૂંગો હતો તે) બોલતો થયો.