મૂર્તિ સ્વરૂપે સદ્દગુરુનાં દર્શન થયાં

છત્રીએ બારસના દિવસે ચાલુ કથાપ્રસંગે, કડીના માસ્તર અંબાલાલભાઈ સ્વામીશ્રીનું આસન ખાલી જોઈને દિલગીર થઈ ગયા કે, “અહો ! આપણને સ્વામીશ્રીએ આ ખાલી આસનનાં દર્શન કરવા બોલાવ્યા હશે ?” ત્યાં તો આસનમાંથી તેજ છૂટ્યું. તેથી તેઓ અંજાઈ ગયા ને નેત્ર મીંચી ગયા. પછી થોડી વારમાં સ્વામીશ્રીની મૂર્તિ લાવીને આસન પર પધરાવી.  જ્યારે તેમણે નેત્ર ઉઘાડ્યાં ત્યારે મૂર્તિ સ્વરૂપે સ્વામીશ્રીનાં દર્શન કરી પરમ આનંદ પામ્યા.