સ્પેશિયલ ટ્રેઇનનું કાંઈ કરવું નથી

સં. ૨૦૦૭માં છપૈયાનો શતવાર્ષિક પાટોત્સવ હતો. તે વખતે ભૂજના લાલશંકરભાઈ મહેતા કે જે મુંબઈ રહેવા ગયા હતા તેઓ મુનિ સ્વામીશ્રીને પૂછવા આવ્યા કે, “સ્વામી ! મારે મુંબઈથી સ્પેશિયલ ટ્રેઇન કાઢવાનો વિચાર છે. જો આપની મરજી હોય અને રજા આપો તો આગળ વધીએ.” સ્વામીશ્રીએ કહ્યું, “સ્પેશ્યિલ ટ્રેઇનનું કાંઈ કરવું નથી, ભગવાન ભજો. મહારાજની મરજી કાંઈક જુદી છે.” દર્શન કરી તેઓ મુંબઈ ગયા અને ચાર-પાંચ દિવસમાં જ મહારાજ-બાપા ધામમાં તેડી ગયા ત્યારે સૌને સ્વામીશ્રીના આ સંકેતની ખબર પડી.