વર્તમાન ધરાવી પૂરુ કર્યું

ગામ સેડલામાં ખોડીદાસ નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તેઓ ૮૦ વર્ષે પાટડી આવ્યા ને સ્વામીશ્રીને કહેવા લાગ્યા, “દયાળુ ! શ્રીજીમહારાજ, બાપાશ્રી અને આપનાં, છેલ્લા બે મહિનાથી દર્શન થાય છે. પણ મહારાજ તેડી જતા નથી. દયાળુ ! મેં કોઈની પાસે વર્તમાન ધરાવ્યા નથી માટે દયા કરી મને વર્તમાન ધરાવો અને પૂરું કરો.”

સાચા ભાવની પ્રાર્થના સાંભળી સ્વામીશ્રી રાજી થયા અને હાથ ઝાલી વર્તમાન ધરાવી, કંઠી પહેરાવી અને બોલ્યા, “જાવ, આજથી પૂરું, તૈયારી કરો.” અને ચાર-પાંચ દિવસમાં જ મહારાજ ધામમાં તેડી ગયા.