રેથળ ગામના મંદિરમાં કૂવો

રેથળ ગામના મંદિરમાં કૂવો ખોદ્યો, પણ પાણી આવ્યું નહીં. અને, એક દિવસ સદ્‌ગુરુશ્રી ત્યાં પધાર્યા ને શિષ્યને કહ્યું, “કૂવામાંથી તુંબડે કરી પાણી કાઢો, પગ ધોઈએ.” ત્યારે શિષ્યે કહ્યું, “દયાળુ ! કૂવામાં પાણી જ નથી.” સદ્‌ગુરુશ્રીએ કહ્યું, કૂવો કાંઈ ખાલી ન હોય, જાવ તો ખરા.” ત્યારે સ્વામી અક્ષરપ્રિયદાસજી તથા સ્વામી બાળકૃષ્ણદાસજી કૂવે ગયા ને તુંબડાથી પાણી સીંચી લાવ્યા. એમ સંકલ્પે કરી કૂવામાં પાણી કર્યું.