SMVS

પરચા - ૧૧૪

સંવત ૧૯૮૪ના શ્રાવણ વદ ૬ને રોજ સવારે બે વાગે વૃષપુરમાં બાપાશ્રીની ત્રણે વાડીમાં ચંદનનો વરસાદ થયો ને ભેગો અત્તરનો સુગંધ પણ હતો, તેની ખબર વદ સાતમને રોજ સાંજના સાત વાગે પડી. પછી સભામાં સદ્‌ગુરુઓ તથા સંત, પાર્ષદ તથા દેવરાજભાઈ આદિ ઘણા હરિભક્તો આશરે પચાસેક હતા. તે જાદવા આશાએ બાપાશ્રીના ઘેરથી કણજરા આદિનાં ઘણાં પાંદડાં ઉપર ચંદન વળગેલું એવાં લાવીને મૂક્યાં, તેને જોઈને સૌ ઘણું આશ્ચર્ય પામ્યા. પછી તરત વરસાદ થયો તે બધું ધોવાઈ ગયું. પછી સંત-હરિભક્તો તેવે ટાણે વાડીમાં ગયા, પણ હાથ ન આવ્યું ને અંધારું થઈ ગયું. તે કોઈ કોઈને દેખે નહીં. પછી બાપાશ્રીનો પૌત્ર હરજીભાઈ કેળનાં પાંદડાં ઉપર વરસાદથી ધોવાતાં ધોવાતાં થોડું રહી ગયેલું તે લાવ્યાં; તેને જોઈને સૌને ઘણો આનંદ થયો. પછી તે દિવસે રાત્રિએ રામજી કરસન જેસાણીને બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું કે, ચંદનનો વરસાદ તો અમે છઠના બપોરે બે વાગે કર્યો હતો, પણ તમો સર્વેએ બીજે દિવસે જાણ્યું છે. અને આવતીકાલે આઠમને દિવસે કાકરવાડીમાં ચંદનનો વરસાદ કરીશું, જેને જોવું હોય તે જજો. વળી તે દિવસે રામજીને કોઈક દ્વેષબુદ્ધિવાળાએ પાણીમાં ઝેર પાયું, તે બહુ ચડ્યું, તે ગળું બંધ થઈ ગયું. પણ બાપાશ્રીએ ઊલટી કરાવી. પછી સાંજે આરતી થયા કેડે મંદિરમાં તેમને લાવ્યા અને સ્વામીશ્રી વૃંદાવનદાસજીને કહ્યું જે, આને કાંઈક વળગાડ જેવું છે, તે પાઠ કરો. પછી સ્વામી બોલ્યા જે, તેને વળગાડ નથી; એમને કોઈકે ઝેર પાયું છે. ઘેર  જઈને ખૂબ ઘી પાઓ. પછી ઘેર જઈને ઘી પાયું એટલે તુરત બોલવા માંડ્યો ને સાજો થઈ ગયો. પછી વદ સાતમની રાત્રે બાપાશ્રીએ દર્શન દીધાં, તે સમે વરસાદની તથા આ ઝેરની વાત કરી કે, તુને ઝેર બહુ આકરું દીધું હતું. થોડીક મુદતમાં પ્રાણ નીકળી જાય એવું હતું, પણ અમોએ ઊલટી કરાવીને સ્વામી વૃંદાવનદાસજી દ્વારે ઘી પીવાનું કહ્યું. માટે હવે ભૂલીશ મા. જ્યાંત્યાં પાણી પીવું નહિ ને ખાવું નહીં. પછી તે કહે જે, બાપા, એ તો મારે ન ચાલે; માટે રક્ષા કરજો, નહિ તો મને ધામમાં લઈ જજો. પછી બાપાશ્રી બોલ્યા જે, અમે તારી રક્ષા કરતા આવીએ છીએ. એમ કહી અદૃશ્ય થઈ ગયા. ।। ૧૧૪ ।।