ઈ.સ. 1987માં ગુરુવર્ય પ.પૂ. બાપજી દ્વારા સ્વયં શ્રીજીમહારાજે આ SMVS સંસ્થાની સ્થાપના કરી હતી.
ગુરુવર્ય પ.પૂ. બાપજી સદૈવ સર્વે સંતો-ભક્તોને સમજાવે છે કે, “SMVS સંસ્થાના સ્થાપક અને પ્રવર્તક સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે.”
SMVS ની ગુરુપરંપરાને ‘કારણ સત્સંગની અમીરપેઢી’ તરીકે ઓળખવામાં આવે છે. આ અમીરપેઢીની પરંપરા સ્વયં ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપિત કરેલ છે. ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના આધ્યાત્મિક વારસદાર તરીકે સદ્. ગોપાળાનંદ સ્વામીને નિયુક્ત કર્યા. આ સદ્. ગોપાળાનંદસ્વામીના પરંપરાગત છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર તરીકે વર્તમાનકાળે ગુરુવર્ય પ.પૂ. બાપજી બિરાજમાન છે. આ અમીરપેઢીનો ટૂંકો પરિચય મેળવીએ.
પ્રાગટ્ય :
સંવત 1837, ચૈત્ર સુદ નોમ, સોમવાર (તા. 03/04/1781)
પ્રાગટ્ય સ્થળ :
ગામ – છપૈયા, તાલુકો - મનકાપુર, જિલ્લો - ગોંડા, રાજ્ય - ઉત્તરપ્રદેશ, ભારત
પ્રચલિત નામ :
હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, નીલકંઠ, ઘનશ્યામ, સહજાનંદ સ્વામી, નારાયણમુનિ, શ્રીજીમહારાજ, સ્વામિનારાયણ.
માતાનું નામ :
ભક્તિમાતા
પિતાનું નામ :
ધર્મપિતા
ભાઈનું નામ :
રામપ્રતાપભાઈ, ઇચ્છારામભાઈ
બાલ્યકાળ :
સંવત 1837થી સંવત 1849 – 11 વર્ષ
વનવિચરણ :
સંવત 1849થી સંવત 1856 – 7 વર્ષ
સત્સંગ વિચરણ :
સંવત 1856થી સંવત 1886 – 31 વર્ષ
સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય :
સંવત 1858, માગશર વદ એકાદશી
આશ્રિતગણ :
20 લાખ હરિભક્તો અને 3,000 સંતો
મંદિર રચના :
પોતાની હયાતીમાં મોટાં મોટાં છ શિખરબદ્ધ મંદિરોની રચના કરી : અમદાવાદ, ભુજ, ધોલેરા, જૂનાગઢ, વડતાલ, ગઢડા
કરેલાં મહત્ત્વનાં કાર્યો :
પ્રાગટ્ય :
સંવત 1901, કારતક સુદએકાદશી, (પ્રબોધિની એકાદશી), સોમવાર, (તા.20/11/1844)
પ્રાગટ્ય સ્થળ :
ગામ - બળદિયા (વૃષપુર), તાલુકો - ભુજ, જિલ્લો - કચ્છ, રાજ્ય - ગુજરાત, ભારત
માતાનું નામ :
દેવુબા
પિતાનું નામ :
પાંચાપિતા
કારણ સત્સંગની સ્થાપના :
પરોક્ષપણાની માનીનાતા દૂર કરી પ્રત્યક્ષપણાની માનીનાતા દ્રઢ કરાવવા અબજીબાપાશ્રીએ કાર્ય અને કારણ આ બેની શુદ્ધ સમજણ આપી. સાધુ, આચાર્ય, બ્રહ્મચારી, મંદિર, દેશ, ગાદી આ બધું કાર્ય છે અને મહારાજની મૂર્તિ એ કારણ છે. એકમાત્ર મૂર્તિમાં જોડાવવા માટે અબજીબાપાશ્રીએ કારણ સત્સંગની સ્થાપના કરી.
સમજાવેલ સિધ્ધાંત :
સંપ્રદાયમાં પ્રવર્તતી ઉપાસના અંગેની માનીનતાઓમાં શુદ્ધિકરણ કરી શ્રીજીસંમત સનાતન સિધ્ધાંત આપ્યો : “સ્વામિનારાયણ એક જ સનાતન ભગવાન છે અને તે અજોડ છે” તથા “અનાદિમુક્તની સ્થિતિ એજ શ્રેષ્ઠ અને અંતિમ સ્થિતિ છે.સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ લેવા માટે આ સ્થિતિને પામવી ફરજિયાત છે.”
કરેલાં મહત્ત્વનાં કાર્યો :
પ્રાગટ્ય :
સંવત 1837, મહા સુદ આઠમ
પ્રાગટ્ય સ્થળ :
ગામ – ટોરડા, તાલુકો - ભિલોડા, જિલ્લો - સાબરકાંઠા, રાજ્ય - ગુજરાત, ભારત
પૂર્વાશ્રમનું નામ :
ખુશાલ ભટ્ટ
માતાનું નામ :
જીવીબા
પિતાનું નામ :
મોતીરામ ભટ્ટ
ગુરુનું નામ :
ભગવાન શ્રી સ્વામિનારાયણ
સંત દીક્ષા :
સંવત 1864, કારતક વદ આઠમને દિવસે ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં અક્ષરઓરડીએ સ્વયં ભગવાન સ્વામિનારાયણેસંત દીક્ષા આપી હતી.
પ્રસિદ્ધિ :
ખૂણિયા જ્ઞાનવાળા, યોગમૂર્તિ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક વડા
અધ્યક્ષ :
અમદાવાદ અને વડતાલ બંને દેશના આચાર્યોના ઉપરી કરી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનાઉત્તરાધિકારીઅધ્યક્ષસ્થાને ભગવાન સ્વામિનારાયણે તેઓની નિમણૂક કરી.
કરેલાં મહત્ત્વનાં કાર્યો :
પ્રાગટ્ય :
સંવત 1880, ચૈત્ર સુદ નોમ
પ્રાગટ્ય સ્થળ :
ગામ - ચુડા, તાલુકો - ચુડા, જિલ્લો - સુરેન્દ્રનગર, રાજ્ય - ગુજરાત, ભારત
પૂર્વાશ્રમનું નામ :
નાનજીભાઈ જાની
માતાનું નામ :
અમૃતબા
પિતાનું નામ :
કાળીદાસભાઈ જાની
ભાઈનું નામ :
હરિશંકરભાઈ, પોપટભાઈ, હરજીવનભાઈ
ગુરુનું નામ :
અ.મુ. સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી
સંત દીક્ષા :
સંવત 1896માં, વડતાલ મુકામે તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.
પ્રસિદ્ધિ :
સ્વામીશ્રી, બાપજી
કરેલાં મહત્ત્વનાં કાર્યો :
પ્રાગટ્ય :
સંવત 1918, ચૈત્ર સુદ બીજ
પ્રાગટ્ય સ્થળ :
ગામ - અસલાલી, તાલુકો - દસ્ક્રોઈ, જિલ્લો - અમદાવાદ, રાજ્ય - ગુજરાત, ભારત
પૂર્વાશ્રમનું નામ :
બહેચરભાઈ
માતાનું નામ :
જીવીબા
પિતાનું નામ :
અમથાભાઈ
ભાઈનું નામ :
કસીભાઈ
ગુરુનું નામ :
અ.મુ. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી
સંત દીક્ષા :
સંવત 1942ના કારતક માસમાં અમદાવાદ મુકામે તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.
પ્રસિદ્ધિ :
પંજાબમેલ, નીડર સિદ્ધાંતવાદી,સદગુરુબાપા, સદગુરુશ્રી, ઈશ્વરમૂર્તિ
મહંતાઈ :
પંસ્વામિનારાયણ મંદિર, જેતલપુર
કરેલાં મહત્ત્વનાં કાર્યો :
પ્રાગટ્ય :
સંવત 1906
પ્રાગટ્ય સ્થળ :
ગામ - ભારાસર, તાલુકો - ભુજ, જિલ્લો - કચ્છ, રાજ્ય - ગુજરાત, ભારત
પૂર્વાશ્રમનું નામ :
શામજીભાઈ
ગુરુનું નામ :
દીક્ષા ગુરુ - સદ્. માધવપ્રિયદાસજી સ્વામી, જ્ઞાનગુરુ-જીવનપ્રાણ અબજીબાપાશ્રી
સંત દીક્ષા :
સંવત 1924માં અમદાવાદ મુકામે તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.
પ્રસિદ્ધિ :
જ્ઞાનાચાર્ય, સદ્ગુરુશ્રી
મહંતાઈ :
સ્વામિનારાયણ મંદિર, ધોળકા
કરેલાં મહત્ત્વનાં કાર્યો :
પ્રાગટ્ય :
સંવત 1936
પ્રાગટ્ય સ્થળ :
ચાણપર, તાલુકો : મૂળી, જિલ્લો-સુરેન્દ્રનગર, રાજ્ય – ગુજરાત, ભારત
પૂર્વાશ્રમનું નામ :
હીરાભાઈ
માતાનું નામ :
હરિબા
પિતાનું નામ :
માંડણભાઈ
ભાઈનું નામ :
પ્રાગજીભાઈ, જેઠાભાઈ, પીતાંબરભાઈ
ગુરુનું નામ :
દીક્ષાગુરુ - મુરલીમનોહરદાસજી સ્વામી, જ્ઞાનગુરુ - સદ્. જીવનપ્રાણ અબજીબાપાશ્રી
સંત દીક્ષા :
સંવત 1951 ચૈત્ર સુદ નોમના દિવસે તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.
પ્રસિદ્ધિ :
મુનિસ્વામી, પુરાણી
મંદિરમાં સેવા :
(1) સ્વામિનારાણ મંદિર, ભુજ, (2) સ્વામિનારાયણ મંદિર, પાટડી.
કરેલાં મહત્ત્વનાં કાર્યો :
પ્રાગટ્ય :
સંવત 1989, ફાગણ વદ એકમ
પ્રાગટ્ય સ્થળ :
ગામ - વાસણ, તાલુકો-વિરમગામ, જિલ્લો - અમદાવાદ
પ્રાગટ્યના આશીર્વાદ :
શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીના દિવ્ય આશીર્વાદથી જ તેઓનું પ્રાગટ્ય થયું છે.
પૂર્વાશ્રમનું નામ :
દેવુભાઈ
માતાનું નામ :
ધોળીબા
પિતાનું નામ :
જેઠાભાઈ
ભાઈનું નામ :
રતિભાઈ
ગુરુનું નામ :
જ્ઞાનગુરુ - અ.મુ. સદ્. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી (સદ્. મુનિસ્વામી)
સંત દીક્ષા :
સંવત 2012, અષાઢ વદ એકાદશી, સન 1956, 3 ઑગસ્ટના રોજ તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી. સંત દીક્ષા
પ્રસિદ્ધિ :
વચનામૃતના આચાર્ય, બાપજી, સિદ્ધાંતવાદી પુરુષ, ક્રાંતિકારી સત્પુરુષ
સંસ્થાપક :
તેઓએ ‘સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા’ (SMVS)ની સ્થાપના ઈ.સ. 1987માં કરી. સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનની નૂતન કેડી કંડારી.
શિષ્યગણ :
200 કરતાં પણ વધુ ત્યાગી સંતો તથા ત્યાગી મહિલામુક્તો અને લાખો હરિભક્તોનો સમાજ
કરેલાં મહત્ત્વનાં કાર્યો :
પ્રાગટ્ય :
સંવત 2015, આસો સુદ દસમ
પ્રાગટ્ય સ્થળ :
ગામ - દદુકા, તાલુકો - સાણંદ, જિલ્લો - અમદાવાદ, રાજ્ય - ગુજરાત, ભારત
પ્રાગટ્યના આશીર્વાદ :
અ.મુ. સદ્. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી (સદ્. મુનિસ્વામી)ના દિવ્ય આશીર્વાદથી તેઓનું પ્રાગટ્ય થયું છે.
પૂર્વાશ્રમનું નામ :
ઘનશ્યામભાઈ
માતાનું નામ :
નર્મદાબા
પિતાનું નામ :
કેશવલાલ નંદાણી
ભાઈનું નામ :
જગદીશભાઈ નંદાણી
ગુરુનું નામ :
પ.પૂ. અ.મુ. સદ્. શ્રી દેવનંદનદાસજી સ્વામીશ્રી (ગુરુવર્ય પ.પૂ. બાપજી)
અભ્યાસ :
ચાર્ટડ એકાઉન્ટન્ટ (સી.એ.), બી.કોમ
સંત દીક્ષા :
સંવત 2037, માગસર સુદ એકાદશી, ગુરુવાર ( ઇસ.1980, 18 ડિસેમ્બર)ના રોજ ઘનશ્યામનગર (ઓઢવ, અમદાવાદ) મંદિરે આપવામાં આવી હતી.
અધ્યક્ષ :
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તા. 28-12-2012ના રોજ પોતાના અનુગામી આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર સત્પુરુષ તરીકે સમગ્ર સત્સંગ સમાજ સમક્ષ તેઓને ઘોષિત કર્યા હતા.
પ્રસિદ્ધિ :
પ.પૂ. સ્વામીશ્રી
કરેલાં મહત્ત્વનાં કાર્યો :
ગુરુવર્ય પ.પૂ. બાપજીને ‘સ્વામી દેવનંદનદાસજી’માંથી ‘બાપજી’નું અજોડ બિરુદ સમગ્ર સંત-હરિભક્ત સમાજના અંતરે અને મુખમાં ગુંજતું કર્યું.