અમારું લક્ષ્ય
સ્વામિનારાયણ સંપ્રદાય એક હિંદુ ધર્મ હોવા છતાં વિશ્વના અનેક દેશોમાં વિસ્તાર પામી રહ્યો છે. હિંદુ ધર્મના અનેક સંપ્રદાયોમાં સ્વામિનારાયણ સંપ્રદાય એક સર્વશ્રેષ્ઠ સંપ્રદાય તરીકે પ્રતિષ્ઠા પામ્યો છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક હતા પૂર્ણ પુરુષોતમ ભગવાન શ્રી સ્વામિનારાયણ. જેઓએ ઈ.સ. 1802 માં સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.
અમારી માન્યતાઓ
ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત સનાતન ને મૂળભૂત સિધ્ધાંતોને દ્રઢ કરી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય શાસ્ત્ર વચનામૃત અને શિક્ષાપત્રીમાં જણાવેલ પાયારૂપ માન્યતાઓને અનુસરવું તે SMVS સંસ્થાની આગવી ઓળખ છે. આ માન્યતાઓ મુજબ હજારો લોકોને વર્તવાની પ્રેરણા સંસ્થા દ્વારા અપાઈ રહી છે. આ રહી તેની પાયારૂપ માન્યતાઓ :
આધ્યાત્મિક સાધનો
આધ્યાત્મ માર્ગ એક સાધના માર્ગ છે. આત્મા-પરમાત્માનું જ્ઞાન સમજ્યા પછી તે જ્ઞાનની દ્રઢતા કરી ભગવાનના સુખને પામવું એ અંતિમ લક્ષ્ય છે. આ સાધના માર્ગની સરળતા માટે ભગવાન સ્વામિનારાયણે કેટલાક સાધનો આપ્યા. જેના માધ્યમથી જ્ઞાનની - સમજણની દ્રઢતા તથા જ્ઞાન પછી અનુભવજ્ઞાનની દ્રઢતા સરળ અને સહજ બને. આ સાધનો માટેનો હેતુ જેટલો સ્પષ્ટ હોય તેટલું જ એ સાધન કર્યાનું ફળ મળે. સાધન સર્વે કાર્ય છે અર્થાત રસ્તો છે અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એ કારણ છે. અર્થાત મંજિલ છે. સાધ્ય છે. સાધન સાધ્ય સ્વરૂપમાં જોડાવવા માટે છે. આ સાધન કરવાની પધ્ધતિ તથા હેતુ આધ્યાત્મિક સાધનાના ખ્યાલોને સ્પષ્ટ કરી આપશે.
તત્વજ્ઞાન
આધ્યાત્મ માર્ગ એક સાધના માર્ગ છે. આત્મા-પરમાત્માનું જ્ઞાન સમજ્યા પછી તે જ્ઞાનની દ્રઢતા કરી ભગવાનના સુખને પામવું એ અંતિમ લક્ષ્ય છે. આ સાધના માર્ગની સરળતા માટે ભગવાન સ્વામિનારાયણે કેટલાક સાધનો આપ્યા. જેના માધ્યમથી જ્ઞાનની - સમજણની દ્રઢતા તથા જ્ઞાન પછી અનુભવજ્ઞાનની દ્રઢતા સરળ અને સહજ બને.
આધ્યાત્મિક વર્તણુંક
ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતો અને હરિભક્તોને સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થયા પછી જીવન જીવવા માટેના કેટલાક નિયમરૂપ આદર્શો આપ્યા. જેમાં સંસારથી વિરક્ત થઇ વૈરાગ્યના માર્ગે અનુસરનાર સંતોને પોતાના આશ્રમની શુધ્ધતા જળવાય તેવા પાંચ નિયમો આપ્યા અને હરિભક્તોને પણ સંસારમાં રહેવા છતાં સુખમય જીવન જીવાય તે હેતુથી પાંચ નિયમો આપ્યા. આ નિયમો જ તેમની મર્યાદા અને વર્તણુંક છે.
અમારા આદર્શો
ઉચ્ચ કક્ષાના જ્ઞાન અને સિધ્ધાંત સાથે શ્રેષ્ઠતાના મૂળરૂપ આધ્યાત્મિક તથા સામાજિક મૂલ્યોનું જતન પણ એટલું જ આવશ્યક છે. ધર્મ મર્યાદા, સભ્યતા તથા માનવતાના કેટલાક પાયારૂપ મુલ્યો અને આદર્શોના પથ ઉપર SMVS સ્વામિનારાયણ સંસ્થા ચાલી રહી છે. સંસ્થા સાથે જોડાનાર દરેક વ્યક્તિઓને આ આદર્શોને સ્વીકારી તેને અનુસરવા માટેની પ્રેરણા અપાઈ રહી છે.
સંસ્થાપક અને અમીરપેઢી
સુખપ્રાપ્તિની યાચનાવાળો સાધક કોઈપણ જગ્યાએ ધ્યાન કરી શકે. પરંતુ જ્યાં ભગવાનમાં વધુ જોડાઈ શકે એવું નૈમિષારણ્ય ક્ષેત્ર કહેતાં મંદિર, નીરવ શાંતિ હોય તેવી ઘરની કોઈ જગ્યા, ભગવાનમાં એકતાર થઈ જોડાઈ શકાય એવા શાંતિમય બાગ-બગીચા, નદી-કિનારો કહેતાં કોઈ ખલેલ વગર ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં જોડાઈ શકાય એવી જગ્યાએ ધ્યાન કરી શકાય.
સ્થાપનાનો ઈતિહાસ
સન 1969-70ની સાલમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિરે બિરાજી બાપાશ્રીએ સમજાવેલ શ્રીજીસંમત સિદ્ધાંતોને વિરોધના વંટોળની વચ્ચે રહી પ્રવર્તાવી રહ્યા હતા. આ સિદ્ધાંતોના વિશેષ પ્રસારણ માટે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં મલેકસાબન સ્ટેડિયમની પાળે સભા આરંભી. હરિભક્તોનો સમૂહ વધતાં નજીકના ઓઢવ વિસ્તારમાં ઘનશ્યામનગર સોસાયટીમાં.....
સમયરેખા
સુખપ્રાપ્તિની યાચનાવાળો સાધક કોઈપણ જગ્યાએ ધ્યાન કરી શકે. પરંતુ જ્યાં ભગવાનમાં વધુ જોડાઈ શકે એવું નૈમિષારણ્ય ક્ષેત્ર કહેતાં મંદિર, નીરવ શાંતિ હોય તેવી ઘરની કોઈ જગ્યા, ભગવાનમાં એકતાર થઈ જોડાઈ શકાય એવા શાંતિમય બાગ-બગીચા, નદી-કિનારો કહેતાં કોઈ ખલેલ વગર ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં જોડાઈ શકાય એવી જગ્યાએ ધ્યાન કરી શકાય.