આધ્યાત્મિક પ્રવૃત્તિઓ

સુખ-શાંતિ, સદાચાર, પવિત્રતા અને સંસ્કારો પામવાનું સ્થાન એટલે મંદિર. મંદિરોની આવી અલૌકિક અભિવ્યક્તિને કારણે ધર્મનિષ્ઠ વ્યક્તિઓ પોતાની કળા-કૌશલ્ય તેમજ તમામ શક્તિઓને મંદિરોની રચનામાં ઓવારી દે છે. હજારો વર્ષો પૂર્વે ભારતભૂમિથી શરૂ થયેલાં મંદિરો આજે દેશ-વિદેશના તમામ શહેરોમાં, ગામોમાં, શેરીઓમાં પથરાઈ રહ્યાં છે.

સાંસ્કૃતિક જતન

જ્યાં 5વિત્રતા, શીલ, સભ્યતા, મર્યાદા, સાત્ત્વિકતા એવા પાયાનાં મૂલ્યો સાથે જીવનને દીપાવવું એ ઘણું અઘરું છે. પરદેશની ભૂમિ ઉપર અનંત મુમુક્ષુઓ છે જે પશ્ચિમી સંસ્કૃતિમાં રહેવા છતાં તેનાથી જુદા રહી અધ્યાત્મ તરફ વળવા માગે છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સૌપ્રથમ ઈ.સ. 1995માં પરદેશની ભૂમિ ઉપર સત્સંગનાં બી વાવ્યાં હતાં.

સમાજ સેવા

જ્યાં દિવ્યજીવન પ્રેરક શિબિરો, સભાઓ, અંગત સંપર્ક અને વિવિધ યાત્રાઓ દ્વારા સત્સંગનું પોષણ થાય છે. નિત્યપ્રત્યે તથા દિન-પ્રતિદિન પ્રગતિકાર સત્સંગનું પોષણ મળતું રહે તે માટે સંસ્થા દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કાર્યરત છે. ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત સર્વોપરી સિદ્ધાંતો અને સર્વોપરી ઉપાસનાની દૃઢતા તથા સર્વોચ્ચ વર્તનશીલ જીવન ...

શૈક્ષણિક પ્રવૃત્તિઓ

શિષ્યવૃત્તિ, શિક્ષણ સહાયક પુસ્તકો, નોટ-ચોપડા વિતરણ તથા શિક્ષણને પ્રોત્સાહન આપતી ઇનામ-વિતરણ પ્રવૃત્તિ દ્વારા સેંકડો બાળકોના ઉજ્જ્વળ ભવિષ્યની રચના.આજના મોંઘવારીના યુગમાં પ્રાથમિકથી માંડીને ડિપ્લોમા-ડિગ્રી, એન્જિનિયરિંગ આદિ વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓના છે.

સ્વાસ્થ્યનું જતન

વ્યસનમુક્ત સમાજ એટલે વિકાસશીલ, સમૃદ્ધ, સુખી અને સ્વસ્થ સમાજ. આ અભિગમ અનુસાર એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા ઈ.સ. 1992થી લઈને આજ સુધી વ્યસનમુક્તિ અભિયાન અવિરત ચાલુ રહ્યાં છે. આ અભિયાનમાં સંસ્થામાં કાર્યરત સંતો-કાર્યકરોના નેતૃત્વ હેઠળ ચુનંદા બાળ-બાલિકાઓ અને યુવક-યુવતીઓ ......

પર્યાવરણીય પ્રયત્નો

“સંસ્થા એ રાષ્ટ્ર તથા સમાજનું એક અભિન્ન અંગ છે.” ત્યારે શૂન્યમાંથી નવસર્જન પામેલ એસ.એમ.વી.એસ. સંસ્થા ગુરુવર્ય પ.પૂ. બાપજીની દિવ્યતમ પ્રેરણા તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના નેતૃત્વ હેઠળ ઉચ્ચતમ આધ્યાત્મિકતાની સાથે સાથે અનેકવિધ જનહિતાવહ અર્થે સમાજલક્ષી સેવાનાં કાર્યો અવિરતપણે કરી રહી છે.

રાહતકાર્યો

આજના યુગમાં વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ સાધી માનવજીવનને ઘણી સવલતો આપી છે. તેમ છતાં કુદરતી તત્ત્વો જ્યારે પોતાના રૌદ્ર સ્વરૂપનું દર્શન કરાવે છે ત્યારે વિજ્ઞાનની પણ ઘણી આવિષ્કારિતા નિષ્ફળ ઠરતી હોય છે. જેની ખુવારી વિશ્વમાં સૌ કોઈએ યેનકેન પ્રકારે ભોગવવી પડતી હોય છે.

આદિવાસી ઉત્કર્ષ

પંચમહાલ એ આદિવાસી સંસ્કૃતિની વિશિષ્ટ પિછાણ ધરાવતો ડુંગરાળ, વન્ય સૃષ્ટિ અને જંગલ વિસ્તારથી પથરાયેલો છે. આશરે 1200 કરતાં પણ વધુ ગ્રામ્ય વિસ્તારથી સમૃદ્ધ આ વિસ્તારમાં મુખ્યત્વે આદિવાસી પ્રજા નિવાસ કરે છે.દાયકાઓથી આ પંચમહાલની પથરાળ ભૂમિ ગરીબીમાં જ સપડાયેલી છે.

SMVS ચેરિટિઝ

દેશ-વિદેશમાં આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, સામાજિક અને રાહત સેવાકાર્યો કરનારની સક્રિય ચેરિટિઝ છે. આ ચેરિટિઝમાં સ્થાનિક તેમજ વૈશ્વિક કક્ષાએ નિ:સ્વાર્થભાવે સેવા કરનાર હજારો સ્વયંસેવકો જોડાયેલા છે.ચેરિટિઝ આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક તથા રાહતકાર્યો ક્ષેત્રે મહત્ત્વની સેવાઓ પ્રદાન કરી રહ્યું છે.