અમારા આદર્શો

ઉચ્ચ કક્ષાના જ્ઞાન અને સિધ્ધાંત સાથે શ્રેષ્ઠતાના મૂળરૂપ આધ્યાત્મિક તથા સામાજિક મૂલ્યોનું જતન પણ એટલું જ આવશ્યક છે. ધર્મ મર્યાદા, સભ્યતા તથા માનવતાના કેટલાક પાયારૂપ મુલ્યો અને આદર્શોના પથ ઉપર SMVS સ્વામિનારાયણ સંસ્થા ચાલી રહી છે. સંસ્થા સાથે જોડાનાર દરેક વ્યક્તિઓને આ આદર્શોને સ્વીકારી તેને અનુસરવા માટેની પ્રેરણા અપાઈ રહી છે. આ આદર્શોના માધ્યમે વ્યક્તિ પોતાના વાણી, વર્તન, વિચાર અને ગુણો કંઇક વિશ

  1. સ્ત્રી-પુરુષ મર્યાદા : વ્યક્તિની સાચી ઓળખ તેના ચારિત્ર્ય ઉપર છે. સત્સંગીમાત્રનું જીવન પવિત્ર ને ચારિત્ર્યશીલ બને તે હેતુથી ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને પંચવર્તમાન આપ્યાં. જેમાં અવેરી વર્તમાન મુજબ પુરુષે પરસ્ત્રી અને સ્ત્રીએ પરપુરુષનો વિકારે સહિત સંગ ન કરવો.
  2. નિર્વ્યસની જીવન રાખવું.
  3. શાસ્ત્રોક્ત ક્રિયાશુદ્ધિ પ્રમાણે આહાર શુદ્ધિ રાખવી.
  4. પ્રામાણિકતા અને નીતિમત્તા રાખવી.
  5. પારદર્શક જીવન રાખવું.
  6. સંતોષી જીવન જીવવું.
  7. આચરણ શુદ્ધ અને પવિત્ર રાખવું.
  8. સત્યને જ અનુસરવું.
  9. સમાજસેવા નિ:સ્વાર્થભાવે કરવી.
  10. નિયમપાલનમાં અડગ રહેવું.
  11. સૌ જીવો પ્રત્યે દયા, પ્રેમ અને કરુણા રાખવી.