સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વો૫રી તત્ત્વજ્ઞાનનું આ અજોડ પુસ્તક છે.
સ્વામિનારાયણ ભગવાન કેવા છે ? શું છે ? ક્યાં છે ? તેનું નિર્દેશન આ પુસ્તકમાંથી જ મળશે.
સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ કેમ થાય અર્થાત્ તેમને કેવી રીતે પામી શકાય તેનો ખ્યાલ આ પુસ્તક જ આપી શકશે.
સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોત્કૃષ્ટ અને અંતિમ તત્ત્વજ્ઞાનનું આ પુસ્તકમાં નિરૂપણ થયેલ છે. જે અન્ય કોઈ પુસ્તકમાં જોવા મળતું નથી.
સનાતન ભગવાન, આધુનિક ભગવાનની સચોટ સમજૂતી ફક્ત ને ફક્ત આ પુસ્તકમાંથી જ સાંપડશે.
અવતાર અને અવતારીનો ભેદ કેવી રીતે સમજવો ? અવતાર કોણ કોણ છે ? અવતારી કોણ છે ? અને કેટલા પ્રકારના મુખ્યત્વે અવતારોના પ્રકારો છે તેની સ્પષ્ટ સમજૂતી આ પુસ્તક સિવાય અન્ય જગ્યાએથી યથાર્થ મળવી મુશ્કેલ છે.
અનુલોમ ધ્યાન - પ્રતિલોમ ધ્યાનની લટકની રીત આ પુસ્તકમાંથી જ મળશે.
અનાદિમુક્ત એટલે શું ? અનાદિમુક્તની સ્થિતિ એટલે શું ? અનાદિમુક્ત કેવી રીતે થવાય ? તેનું અલભ્યજ્ઞાન આ પુસ્તક થકી જ પ્રાપ્ત થશે.
અવરભાવ-૫રભાવ, પ્રત્યક્ષ૫ણું, ૫રોક્ષ૫ણું, સાકાર-સદા સાકારનું અદ્ભુત જ્ઞાન આ પુસ્તકમાં નિરૂપાયેલું છે.
સ્વામિનારાયણ ભગવાનની પતિવ્રતાની ભક્તિ કેવી રીતે કરાય તે માટે આ પુસ્તક નમૂનેદાર છે.
સ્વામિનારાયણ ભગવાનના સગુણ-નિર્ગુણપણાના ગહન, કઠિન અને અલભ્ય જ્ઞાનની સમજૂતી માત્ર ને માત્ર આ પુસ્તક થકી જ યથાર્થ સમજાશે.
સ્વામિનારાયણ ભગવાનનું અન્વય-વ્યતિરેક૫ણું સમજવા માટે આ ગ્રંથ સિવાય અન્ય કોઈ ગ્રંથ ઉ૫યોગી નીવડે એવું જણાશે નહીં.
સ્વામિનારાયણ ભગવાનના સર્વો૫રીપણાનાં ૧૧ લક્ષણો આ પુસ્તકમાં સરળ ભાષામાં સમાવ્યાં છે.
કર્તુમ્ – અર્ક્તુમ્ – અન્યથાકર્તુમ્ ત્રણેય શબ્દોથી સચોટ વ્યાખ્યા આ પુસ્તક થકી જ પ્રાપ્ત થાય છે.
સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ કેવું છે ? ક્યાં છે ? અક્ષરધામને કેવી રીતે ૫માય તેની યથાર્થ સમજૂતી સરળ રીતે આ પુસ્તકમાંથી ઉ૫લબ્ધ થાય છે.
કલ્યાણ ક્યાં થાય ? કલ્યાણ કોનું થાય ? કલ્યાણ કેવી રીતે થાય અને કલ્યાણ એટલે શું ? વગેરેના સચોટ જવાબ અને કલ્યાણના પ્રકારો કેટલા અને આત્યંતિક કલ્યાણ એટલે શું તેનું યથાર્થ વર્ણન આ પુસ્તકમાંથી જ સાંપડશે.
સ્વામિનારાયણ ભગવાન સનાતન ભગવાન છે, સર્વો૫રી ભગવાન છે, સર્વ અવતારના અવતારી છે. સર્વ કારણના કારણ છે, સર્વના કર્તા-હર્તા છે. સર્વના નિયંતા છે અને એકમેવાદ્વિતીયબ્રહ્મ છે; આ બધી જ માહિતીનું નિરૂપણ આ પુસ્તક વડે જ પ્રાપ્ત થશે તે નિ:શંક બાબત છે.
સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની ઓળખાણરૂપી તત્ત્વજ્ઞાનને સાવ સરળ શૈલીમાં આ પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે.
શ્રીજીમહારાજે વચનામૃતમાં જણાવેલ પોતાના અભિપ્રાયો, રહસ્યો સામાન્ય વ્યક્તિને પણ સરળતાથી સમજાય તે રીતે પ્રશ્નોત્તરી તથા મુદ્દાવાઇઝ સમજૂતી આપવામાં આવી છે.
અનાદિમુક્તની સ્થિતિની સમજણ, પ્રતિલોમની લટક, પરભાવના જ્ઞાનની સમજૂતી આપવામાં આવી છે.