પ.પૂ.સ્વામીશ્રીના વચનો દ્વારા કરીએ ધ્યાન
સાચું સુખ તો મૂર્તિમાં જ છે. અનુભવીઓએ કહ્યું છે કે સુખ ને સુખ ભર્યું છે મૂર્તિમાં તો સુખ નર્યું છે. તે મૂર્તિનો સુખનો અનુભવ કરવા માટેનું શ્રેષ્ઠ સાધન એટલે જ ધ્યાન દેહભાવ ભૂલી ભગવાનની સાથે સંલગ્નતા કેળવવા માટે તેનું ઉત્તમ સાધન એટલે જ ધ્યાન. તો આવો પરમ પૂજ્ય અનાદિમુક્ત સદગુરુ દેવનંદનદાસજી સ્વામીશ્રી આશીર્વાદથી પ.પૂ.સત્યસંકલ્પદાસજીસ્વામીશ્રી દ્વારા પ્રતિલોમભાવે મૂર્તિમાં જોડાવા કરીએ ધ્યાન.
ધ્યાન કરવા માટે ધૂન
હે ધ્યાળુ દયા કરો વ્હાલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ; દેહાધ્યાસ ટાળી સુખડા આપો, મહારાજ જ છે મહારાજ જ છે... ૦૧. દેહ નહિ હું મુક્ત અનાદિ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ; અહ્મ પુરુષોત્તમરૂપોસ્મિ, મહારાજ જ છે મહારાજ જ છે… ૦ર પુરુષ નહિ હું સ્રી નહિ હું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ; જ્ઞાતિ-જાતિ મારે વિષે નથી બસ, મહારાજ જ છે મહારાજ જ છે...૦૩
ધ્યાન કરવા માટે કીર્તન
મળી મૂર્તિ હાં હાં રે (ર) અતિ સુખકારી, છે આનંદ આનંદ ભારી...ટેક દિવ્ય મુગટ શિરે ચળકે, ભાલ ચંદ્રતિલકથી ઝળકે,બેઉ કર્ણે કુંડળ લળકે; ભ્રકુટિ અનુપ, નેણે મોહ્યા ભૂપ, નાસિકાનું રૂપ; જોઈને જાઉં વારી... છે આનંદ ૦૧ મુખ જુઓ હાં હાં રે (ર) મંદ હાસ્યવાળું, મરમાળું સુખનું દેનારું; ગૌર કપોળે જ્યોતિ છાજે, ટીબકડી ગાલે બિરાજે, મૂછ રેખા ઊપડતી રાજે;